A shot in the arm

shot-in-the-arm-funny

a shot in the arm

અરવીંદ કેજરીવાલની દિલ્હી સરકારે 26,27 ના રોજ ખાસ વિધાંસભા સત્ર બોલાવ્યું છે, કારણ? કેંદ્ર સરકાર દ્વારા બહાર પડાયેલ બે નોટિફિકેશનનો વિરોધ કરવા, દિલ્હીને ફૂલ સ્ટેટનો દરજ્જો આપવા. કેંદ્ર સરકાર કહે છે કે બંધારણ મુજબ કેજરીવાલ સાહેબ વહીવટી વડાઓની ભરતી નહીં કરી શકે, અને દિલ્હીની પોલિસ પાર્ટી પણ કેંદ્રને આધીન હોવાથી એંટી કરપ્શન બ્યુરો (એ.સી.બી.) કોઇ પોલિસ કર્મચારીને પકડી શકે નહીં. આ સેંટર વર્સીસ સ્ટેટની ‘જંગ’મા દિલ્હી હાઈકોર્ટ એવુ કહ્યુ કે એ.સી.બી. ને કરપ્ટ પોલિસને પકડી શકે. અને આમ કહેતા જ કેજરીવાલ સરકારને ‘a shot in the arm’ મળી ગયો.

‘અ શોટ ઇન ધ આર્મ’ એટલે સ્ટીમ્યુલસ (stimulus), કામ કરવાનું પ્રેરકબળ, એવી કોઇ ચીજ જેનાથી કરવાની શક્તિ, જોમ, જુસ્સો, હિમ્મત પાછી આવી જાય. આ શબ્દ સમુહનો ઓરીજીનલ અમેરિકન મીનીંગ હતો ઇંજેક્શન દ્વારા અપાતુ સ્ટીમ્યુલસ, જે કોઇ રોગને પ્રતિકાર કરવાની રસી કે કેફી દ્રવ્ય એટલેકે ડ્રગ હતુ. બાળક એક વર્ષનું થાય ત્યારે ખભા પર વેક્સિન (રસી) નો જે ડોઝ મળે એ US ની સ્લેંગમા શોટ કહેવાય.

બોર્ડના રિઝલ્ટ્સ જાહેર થવાનુ શરુ થઈ ગયુ છે, ત્યારે ન્યુઝપેપર્સમાં પૂરા પન્નાના સફળ ઉમેદવારોના ફોટો પણ સ્કૂલ અને સ્ટ્યુડંટ્સ બન્ને માટે સ્ટીમ્યુલસનુ કામ કરે છે. ઘણીવાર પોતાના સગા દિકરા-દીકરીઓ પાસે કામ કઢાવા મા-બાપ ને સ્ટીમ્યુલસ આપવા પડે છે, જે રુપિયા કે થપ્પડ સ્વરુપે પણ હોય છે. એવોર્ડ્સ, વખાણ શોટ ઇન ધ આર્મ નું કામ કરે છે.

હાઇકોર્ટનો ઓર્ડર આવતા જ કેજરીવાલની સરકારને કેંદ્ર સરકાર સામે લડવાનું જોમ મળી ગયુ છે. કેજરીવાલને ફાવતુ જડી ગયુ છે કેમકે દિલ્હીની બસ, ક્રાઈમ, વીજળી, પાણી વગેરેની સમસ્યા કરતા લોકોનું ધ્યાન રાજકીય સમસ્યા પર કેંદ્રિત છે. સરકારના ૧૦૦ દિવસ પૂરા થયા એના લેખા જોખા બાજુએ રહી ગયા.

Exonerate

jayalalita-verdict-da-case

Exonerate

19 વર્ષ કૉર્ટમાં કેસ ચલ્યા પછી અચાનક જ અપ્રમાણસર મિલ્કત રાખવાના કેસમા જયલલિતાને સાવ નિર્દોષ છોડી દેવાયા. નીચલી કૉર્ટનો ચુકાદો, જેમાં ૪-૫ વર્ષની જેલની સજા અને ૧૦૦ કરોડ રુપિયાનો દંડ સામેલ હતો,ચુકાદો આવતા ૨૪૪ લોકો એ આત્મહત્યા ક હાર્ટ એટેકથી જીવ ખોયો હતો, તેને હાઇ કોર્ટે સાવ રદ કરી નાંખ્યો, કારણ કે જયલલિતાએ જાહેર કરેલી મિલકત કરતા તેની અપ્રમાણસર મળેલી મિલકત ફક્ત ૮.૧૨% જ વધુ નિકળી. જે ૧૦% સુધી વાંધાજનક નથી. આમ બધા દોષોમાંથી મુક્તિ મળે તેને exonerate કર્યુ કહેવાય.

લેટિન શબ્દ exonrare બનેલ આ શબ્દ નો લટિનમાં અર્થ હતો: ભાર ઓછો કરવો. ક્રિમિનલ કાયદામા એક્ઝોનરેટ એટલે જામીન માટે મુકેલ બોંડ પૂરો પાડવો.

આતો અપ્રમાણસર મિલકતનો કેસ છે પણ ઘણી વાર કેટલાય કેસમાં મ્રુત્યુ દંડ અપાયા પછી એવા એવિડંસ મળી આવે કે મરનારને એક્ઝોનરેટ કરવો પડે. લાંબી સજા કે મ્રુત્યુ દંડના કિસ્સાઓમા DNA એવિડંસ ને પરિણામે એક્ઝોનરેટ થવાના દાખલાઓમા વધારો થયો છે. ખોટી રીતે કેદ કરેલા કે મ્રુત્યુ પામેલા હોય એવા કેસ માટે miscarriage of justice જેવા શબ્દો વપરાય છે.

સલમાન ખાન ને હજુ જામીન મળ્યા છે, એક્ઝોનરેટ નથી થયો એટ્લે હજુ થોડો કકળાટ બચાવી રખજો. જયલલિતાને exoneration મળ્યું એમા પણ કહેવાય છે કે ગણિતિક ભુલ છે, જોવાનુ એ કે સરકાર સુપ્રિમમા અપીલ કરે છે કે નહીં. અત્યાર પૂરતુ તો અમ્માને જેલની ઇડલી ખાવાની ટળી ગઈ છે.

Swagger

kangana-ranaut-swagger-tanu-weds-manu-2

kangana-ranaut-swagger-tanu-weds-manu-2

Swagger

માધવન અને કંગના રનૌત ની ૨૦૧૧ મા આવેલી ચટપટી અને મજેદાર ફીલ્મ ‘તનુ વેડ્સ મનુ’ ની સિક્વલ આ મહિનાની ૨૨ તારિખે આવી રહી છે. પહેલી ફિલ્મની જેમજ આ ફિલ્મનું મ્યુજીક ધમાકેદાર લાગે છે. ખાસ કરીને તેનુ સ્વાતિ શર્મા એ ગાયેલુ ગીત ‘બન્નો તેરા સ્વેગર લાગે સેક્સી ‘ દરેક ના મ્યુજીક લીસ્ટ્મા પહોંચી ગયુ હશે. યુટ્યુબ પર આ ગીતના ઓડિયો અને વિડિયો ઉપલોડને ૧૫,૦૦,૦૦૦ કરતા વધુ હીટ્સ મડી છે. આવામા આપડા ગુજરાતી માઇંડમા અમિતાભ છાપ ક્વેસ્ચન થવા લાગે કે યે સાલા સ્વેગ્ગર ક્યા હૈ? હેઈ?

સ્વેગ્ગર એટ્લે કોઇ વ્યક્તિની હાલવા, ચાલવાની છટા, કપડા અને બોલવાની સ્ટાઇલ, કુલનેસ, એટીટ્યુડ વીથ કોંન્ફીડન્સ. કેટ્લીક વ્યક્તિઓની છટા આપણને આંજી નાખનારી હોય. ના બોલીને પણ ઘણા લોકો પોતાની છાપ આપડા ઉપર લાંબા સમય સુધી મૂકી જતા હોય છે, ઓલ બિકોજ ઓફ ધેઇર સ્વેગ્ગર.

કોઇની બોડી લેંગ્વેજ આપણને આકર્ષે, તેની તરફ જોવા મજબૂર કરીદે તે સ્વેગ્ગર ના પ્રતાપે. ફિલ્મ સ્ટાર્સને પોતાની અલગ જ સ્વેગ્ગર હોય છે. ઘણી ફિલ્મમા પાત્રો એવા હોય છે કે એક્ટરને ઘણી પૂર્વતૈયારી કરી પાત્ર મુજબની સ્વેગ્ગર ડેવલપ કરવી પડે છે, ત્યારે જ તેનું ઓનસ્ક્રિન પાત્ર કન્વીનસીંગ લાગે છે.

ફેસબુક, ઇંસ્ટાગ્રામ અને ટમ્બ્લર પર sweggar સર્ચ કરતા ઢગલોએક પેઇજ નિચે જેવા ક્વોટ્સથી ભરપૂર દેખા દેશે. આ રહ્યા સ્વેગ્ગરના કેટલાક નમૂના :
“But as long as you have swag, you are not doing so bad.”
“I will not change a single thing about me to please you.”

‘તનુ વેડ્સ મનુ’ ની સિક્વલમા કંગનાનો હરીયાણવી સ્વેગ્ગર જોવાની મજા પડશે એ કહેવાની જરુર લાગતી નથી, કારણ કે ‘ક્વિન’ માટે ઢગલો એક એવોર્ડ મેળવનાર કંગના જેવો સ્વેગ્ગર અત્યરે કોઇ પાસે નથી.

 

Ex Machina

file_124561_0_exmachinaposterlarge

Ex machina

વર્લ્ડની સૌથી મોટી આઇ.ટી. કમ્પની તેના અસંખ્ય કોડર/પ્રોગ્રામર માથી ધી બેસ્ટ કોડરની પસંદગી કરે છે અને તે ભાઈનું બમ્પર પ્રાઇજ છે: કમ્પનીના સી.ઇ.ઓ. ની મલિકીના એક્ષ્ક્લુસીવ ટાપુ પર વેકેશન. પણ ઢેન.. ટેણા .. … કહની મે ટ્વીસ્ટ! ત્યા પહોંચીને ખબર પડે છે કે આ આઇલેન્ડ કોઇ હોલિડે સ્પોટ નથી પણ એક અત્યંત આધુનિક લેબોરેટરી છે, જ્યા તેણે એક વિચિત્ર એક્ષ્પીરીમેંટ મા ભાગ લેવો પડશે, અને એક રોબોટ સાથે દિવસો કાઢવા પડ્શે. એ રોબોટ ફીમેલ છે!

આ સ્ટોરી છે નવી આવનારી હોલીવુડ ફિલ્મ ‘એક્સ મશીના’. પણ આ શબ્દો છે એ ઓબ્વિઅસલી અંગ્રેજી ભાષાના નથી એ વાચીને ખબર પડી જાય. ઓરીજીનલ શબ્દ સમુહ છે : Deus ex machina જે ગ્રિક ભાષામાંથી લેટીન અને ત્યાંથી અંગ્રેજીમા આવ્યો. અર્થ : God from the machine. જેનો અર્થ ઇવોલ્વ થઈને ‘plot device’ તરીકે પ્રચલીત થયો.

ગ્રીક ટ્રેજેડી પરથી આવેલ આ ટર્મનો ઉપયોગ ગ્રીક ફીલોસોફર એરિસ્ટોટલે કરેલો ક્રેન/મશીન માટે. જે ક્રેન(machina) નો ઉપ્યોગ નાટક વખતે કોઇ જાદુઇ પરિસ્થિતિમાં કેરેક્ટરને હવામાથી સ્ટેજ પર ઉતારવા માટે થતો, જેમ કે ગુંડાઓ વચ્ચે ઘેરાયેલી હીરોઇનને બચાવા હીરો અચાનક જ ઉપરથી ઉડીને પડે તે.

સ્ટોરીને જાદુઇ રીતે આગળ ફોરવાર્ડ કરતા આ ડીવાઇસ આજ કાલ પણ જોવા મળે છે. પણ હવે તેને ફીલ્મના ઇલ્લોજીકલ, માઈંડ્લેસ, ઇમ્પોસીબલ ટ્વીસ્ટ તરીકે હસી કઢાય છે. બોલીવુડની ફિલ્મોમા છ – છ ગોળી ખાઇને પડેલો હીરો ક્લાઇમેક્સમાં વિક્રમ રાજાના વેતાળની જેમ ઉભો થઈને કહે કે અભી હમ જીંદા હે, એને જ કહેવાય deus ex machina.

સાઉથની મોટા ભાગની ફિલ્મો આ deus ex machina પર જ ચાલે છે. પણ બોલીવુડ હવેતો તેનુ માથુ ભાંગે એવા એવા ex machina ફિલ્મોમા મુકતા અચકાતુ નથી.

Rajnikant is also the most prominant example of deus ex machina!

Pandora’s box

Pandora’s Box
સચીનની ઓટોબાયોગ્રાફી રીલીઝ થતા જ અખબારોએ લખ્યુ કે
પેંડોરાનું બોક્સ છે આ બૂક.
પશ્ચીમ બંગાળના બુર્દવા નગરમાં એક મકાનમાં બ્લાસ્ટ
થતાં આતંકવાદીઓ નું છૂપું સ્થાન પકડાયું અને બંગાળ સરકાર
પર પેંડોરાનું બોક્સ ખુલી ગયું. એન.આઈ.એ. ચીફ અને
ભારતના ચીફ સીક્યોરીટી એડવાઈઝર અજીત દોવલ ખુદ
ત્યાં દોડી ગયાં. એકતા કપૂરની સીરીયલ્સમાં રહેલ
પાત્રો હાલતા પેંડોરાના બોક્સ ખોલી નાખે.
પેંડોરાનું બોક્સ એટલે એવી મુસીબત જે અજાણતાં જ
આપડી પર આવી પડે અને તેમાં આપડે હેલ્પલેસ થઇ જઇએ.
પેંડોરાનું બોક્સ એ ગ્રીક દંતકથા છે .પ્રોમેથ્યુસ
નામના પ્રૃથ્વિવાસીએ સ્વર્ગમાંથી આગ
ચોરી પ્રૃથ્વીવાસીઓને લાવી આપી અને ઝ્યુસ (સુપ્રીમ ગોડ)
બદલો લેવા દુનિયાની પ્રથમ સ્ત્રીનું સર્જન કર્યું!
પેડોરાના લગ્ન પ્રોમેથ્યુસના ભાઇ સાથે કરાવ્યા અને
ગીફ્ટમાં એક પીથોસ (બોક્સ માટેનો ગ્રીક શબ્દ)આપ્યું જેને
ખોલવાની સખ્ત મનાઈ ફરમાવી. પણ કૂતુહલ વશ ખોલી નાખે
છે અને પ્રૃથ્વિ પર ‘સેવન ડેડલી સીન્સ’ ફેલાઈ ગયા.
ત્યા સુધી માનવો દોષમુક્ત હતા! પણ પેંડોરા આઠમાં ડેમનને
પૂરી દેવા સફળ રહી. જેનું નામ હતું સ્પીરીટ ઓફ હોપ, અંતે
સેવન ડેમન્સ થી બચવા હોપને પણ મુક્ત કરાય છે.
આપડે પણ હોપ રાખીએ કે ક્રિકેટથી રાજકારણ દૂર થઇ જાય
અને બંગાળના આતંકીઓ પકડાઇ જાય.

Domino

Domino
અહિં પિત્ઝા ની વાત નથી.:-) આ ડોમિનો ઇફેક્ટ આપડી ચારેકોર છે, વિ આર ગ્લોબલ વિલેજ, યૂ નો ના! અમેરિકન બેંકો ઉઠી જતા કેટલાક ડેવલપીંગ દેશોની ઇકોનોમી અને બેંકો ભપ્પ કરતી બેસી જાય એ ડોમિનો ઇફેક્ટ. દિલ્હી મા નવી બિઝનેસ ફ્રેન્ડલી છાપ ધરાવતી સરકાર આવતા જ સેન્સેકસ અને માર્કેટ આઉટલૂક ઉંચા આવી જાય તે ડોમિનો ઇફેક્ટ. iPhone જેવો પહેલો સ્માર્ટફોન લોંચ થતા જ બધી કંપનીઓ (સિવાય કે નોકિયા)  એક પછી એક સ્માર્ટફોન બનાવવા લાગી જાય તે ડોમિનો ઇફેક્ટ.  યુરોપના કોઇ રાજવી પરિવારના સભ્યને પાડોશી દેશ ગોળીએ દઇ દે અને વખત જતા બધા દેશોને વિશ્વ યુધ્ધ મા જોડાવું પડે તે ડોમિનો ઇફેક્ટ. તેલંગણા પર નવા રાજ્યની મહોર લાગતા જ વિદર્ભ, નાગાલેન્ડ, સૌરાષ્ટ્ર જેવા પ્રદેશો પણ અલગ થવા જોર કરે તે ડોમિનો ઇફેક્ટ.
ડોમિનો નામની રમત ના વિડીયો વોટ્સએપ મા ફરતા જોયા હશે જેમાં એક સરખી સાઇઝના ટૂકડાઓ લાઇનબંધ ઉભા રાખી એકને પાડતા જ બધા પડવા લાગે.
આપડી ભાષામાં કહીએ તો એક પડે અને બીજા સત્તરને પાડતો જાય તે ડોમિનો ઇફેક્ટ! 🙂

Chutzpah

Chutzpah
વિશાલ ભારદ્વાજ ની હૈદર ફિલ્મથી ચકડોળે ચડેલો આ શબ્દ Yiddish ભાષાનો છે. આપડા સોશિયલ મિડિયા માં તો આજકાલ દેખાણો પણ વિસમી સદીથી ઉપયોગમાં અમેરિકા અને યુરોપમાં વપરાય છે. યીદ્દીશ ભાષા મૂળે સેન્ટ્રલ યુરોપના જ્યુઇશ લોકોની ભાષા.યીદ્દીશ ભાષા પાછી હિબ્રુ પરથી આવી.

સાયકોલોજીના P ની જેમ અહીં C સાઇલન્ટ છે.બોલાય છે ‘હુત્ઝપા’. હુત્ઝપા નો અર્થ હિબ્રુમાં તિરસ્કારપૂર્વક વપરાય છે એવી વ્યકિત માટે વાણી વર્તનની બધી હદો પાર કરી નાખી હોય.

હુત્ઝપા એટલે દુસ્સાહસ,કે દે બીજા કોઇ કરવાનું વિચારે પણ નહીં. હૈદરમાં શાહીદનું કેરેકટર હુત્ઝપા શબ્દ સમજાવવા દ્રષ્ટાંત આપે છે એક માથાફરેલ માણસનું જે બેંક માં જઇને કેશિયર ને લૂંટે છે અને તરત જ બધા રુપીયા લઇ બાજુના કાઉન્ટરે ખાતુ ખોલાવા જાય છે!

હુત્ઝપા શબ્દ જ નેગેટિવ સેંસની ખાણ છે. ઙુત્ઝપા એટલે ગટ્સ.હુત્ઝપા નું સૌથી જાણીતુ ઉદાહરણ છે: એક છોકરો તેના મા-બાપની હત્યા કરી નાખે છે પણ કોર્ટ પાસે દયા માંગે છે એવ કારણ આપીને કે તે હવે તો અનાથ છે! હુત્ઝપા ધરાવતી વ્યકિત બોલતી વખતે સામેવાળા ની પરવાહ નથી કરતી. પાકિસ્તાની બિલાવલ ભારત વિશે એલફેલ બકવાસ કરે તે હુત્ઝપા. મહિલાઓ ખરીદી વખતે ૫૦૦ રુ. ની વસ્તુ ૭૫ રુ. મા પણ માગી લે તે હુત્ઝપા. બાર્ગેઇન કરવા હુત્ઝપા જોઇએ. હુત્ઝપા એટલે એવી વાત જેનાથી સાંભળનારને શોક લગા મોમેન્ટ નો પરચો મળી જાય.

આપડી ભાષામાં કહીએ તો કાણા ને કાણો ન કહેવાય, પણ જે કહીદે તે હુત્ઝપા. 🙂

YOLO

YOLO
કાલે તમારી સાથે શું થવાનું છે તેની જયોતિષી કે તમને ખબર નથી એ વાત પાકકી. તો આજ, અત્યારે જીવી લો.આ જ વિચારસરણી એટલે YOLO: You Only Live Once. (’70s ના દાયકાની હીપ્પી વિચારસરણી નું નવુ રુપ)  પશ્ચિમના ટીનએજર્સના દિમાગ માં આ વિચારસરણી એ તેનુ સ્થાન જમાવી લીધુ છે. આ યોલો જનરેશન ભવિષ્યનું વિચારીને વર્તમાન નથી બગાડતી. આપડી ફિલ્મોમાં પણ યોલો આઇડિયાઝ દેખાઇ રહ્યા છે (પશ્ચિમ ના પ્રભાવ માં આવીને) . ‘જિન્દગી ના મીલેગી દોબારા ‘ એટલે યોલો.  ‘યે જવાની હૈ દિવાની ‘ માં રણબીર કપૂરનું કેરેકટર એટલે યોલો નુ પ્રતિક.
પણ જેમ દેવ હોય ત્યાં દાનવ હોય જ. એમ કોઇ આઇડિયા નો એન્ટિ આઈડિયા હોય જ. અહીંયા એ છે YODO (પુરુ નામ તમે સમજી શકો).

Habits maketh a man.

Habit
કુબલા ખાન નામના એક મહાન કવિ થઇ ગયા. તેની લખવાની રીત ખૂબ અજબ હતી. કાવ્ય સર્જન ની પ્રેરણા માટે તે અફીણ કે ગાંજાનું સેવન કરી ઘસઘસાટ સુઇ જતો. સ્વપ્નમાં કાવ્યની પ્રેરણા મળતા જ અચાનક અધરાતે લખવા લાગતો.
અહી એવા કોઇ કેફી વ્યસનોના વાત નથી કરવી. કેમ કે અફીણ પીને બધા કુબલા ખાન જેવુ નથી લખી શકતા. પણ જીવનમાં કોઇ ને કોઇ ટેવ વ્યસન બની ચંદનઘો પેઠે માણસને ચોટી જતી હોય છે, જે નડતરરૂપ નહી પણ જીવનને લીવેબલ બનાવી રાખે છે. બોલીવૂડની ભાષામાં કહીએ તો ‘કીક’ આપતી હોય છે આ ટેવો.

નાના અને લાભદાયક વ્યસનો રોજબરોજની કંટાળાજનક લાઇફને મજા ની કીક આપતા રહે છે. વ્યસન કે રુઢી, નામ અલગ પણ કામ એક જ.મારા માતુશ્રી ને સવારે ઉઠી કેલેન્ડરનું પત્તું તોડવાની ટેવ. દિવાળી પહેલા જ નવું કેલેન્ડર લાવવું ફરજીયાત, નહીતર થોડા થોડા કલાકે યાદ કરાવે રાખે કે કેલેન્ડરનો ડટ્ટો લાવા નો છે.તારીખની ખબર કેમ પડે! (રંગીન ચિત્રો  સાથેના આધુનિક કેલેન્ડર હોય પણ એમાં તારીખ ગોતવાની  ઝંઝટ) એક પાડોશી ને શેરીમાં બેસી રહેવાનું વ્યસન.ઘરમાં શું ગુંગળામણ થતી હશે? ૩૬૫ માં થી ૩૬૪ દિવસ બહાર બેસે. એ ના હોય તો બધાને નવાઇ લાગે. ગ્રુહીણીઓને ગાંધીજીની જેમ સફાઇનું વ્યસન હોય છે. ઘરને ખૂણે ખૂણે ત્રણ ચાર વખત સાવરણી ના ફેરવે ત્યાં લગી ઘર પબ્લીક પાર્ક જેવું ગંદુ ભાસે.એક વડીલને સવારના ચા સાથે ન્યૂઝપેપર્સ જોઇએ. જેમ જેમ સમાચાર મગજમાં ઉતરે, એમ એમ ચા ની ચૂસકી ગળે ઉતરે.  છાપુ બંધ હોય કે ચા ન મળી હોય, બે માંથી એક વિના દિવસ શરુ ન થાય.

પહેલાના સમયની અને આજની ટેવોમાં પણ અદનાન સામીના  શરીર જેવડો તોતીંગ ફેરફાર છે. પહેલા લોકો ભજન લલકારવા, ગપાટા હાંકવા, કામ વિના આંટા મારવા, ગામની પંચાત કરવી જેવી ટેવો હતી. જ્યારે આજે રાત આખા ઘૂવડ ની જેમ જાગવાની સ્પર્ધા જોવા મળે (થેંક્સ ટુ મોબાઇલ ફોન). બાથરુમમાં હની સીંઘના ગીતો સાંભળશે અને ટોઇલેટમાં કેન્ડી ક્રશના હાઇ સ્કોર કરશે! જૂનાગઢ ના એક યુવાનને ગરોળી જાપટવાની આદત!

બધી ઉંમરના લોકો આ ટેવોની ઝપટમાં આવી જાય. ૫૮ કે ૬૦ વર્ષે નિવ્રુત્તિ લેનાર ઘણા કર્મચારીઓ ઓફિસના પગથીયા ઘસતા જોઇ શકાય. રાજકારણીઓ ને ખુરશીનુ વ્યસન થઇ પડે છે. સત્તા વિનાનો રાજકારણી હવા નીકળેલ ગુબ્બારા દેવો દેખાય.

આપડે પોતે પણ લખવાનું વ્યસન પાળ્યું છે.

How can i help you?

સામાન્ય રીતે બધાને પોતપોતાનું કામ બીજાઓ કરતા અઘરું લાગતું હોય છે. પણ મારા ખ્યાલથી તો આપડી વર્લ્ડ ક્લાસ મેનર્સ ધરાવતી પબ્લીકની સાથે સીધા સંપર્કમાં આવતી બધી નોકરી અઘરી.
આ બધામાં કસ્ટમર કેર માં નોકરી કરતા લોકોનો અનુભવ સાંભળવા જેવો ખરો. મોબાઇલ કંપનીઓ ના કસ્ટમર કેર માં ફોન કરી એલફેલ વાતો કરતા અને ગાળો દેતા લોકોને જોયા છે. કંપની પાસે આવા કોલર્સને બ્લોક કરવા સીવાય બીજો ઓપ્શન નથી. ૩ મિનિટના ૫૦ પૈસા ચાર્જ પણ એટલે જ શરુ કર્યો હશે. રેકોર્ડીંગ ચાલુ ના હોય તો એ લોકો પણ સામી ચોપડાવતા હશે જ!

પોસ્ટપઈડ ફોનનું બીલ ભરવા જવાનું થયું ત્યારે એક ભાઇ કાઉંટર પર બેસેલ છોકરી સાથે જે ભાષા અને ઉંચા અવાજે વાત કરતો હતો તે પરથી  લાગ્યુ કે એ ભાઇ કોઇ ત્રાસવાદી કેંપમાંથી ટ્રેઇનિંગ લઇને આવ્યા હશે કે શું?
કોઇ પણ ટિકિટ બારી પર સરકારી કર્મચારી સળીયા પાછળ બેસેલો હોય.  સરકારને આપડા લોકોની માનસીકતા ખબર છે એટલે દૂરંદેશી વાપરી ટિકિટ બારીઓ મજબૂત જ બનાવે. 🙂
ટિકિટ બસની હોય કે રાજકીય પક્ષની, ધક્કામુક્કી બેયમાં થાય.