Compulsory Voting

ગુજરાતે ભારે કરી! સ્થાનિક ચૂંટણીઓ માં વોટીંગ ફરજીયાત કરી નાખ્યું! જે બિલ મોદી જી ના સમયમાં બે વાર કમલા મેડમે રીજેક્ટ કરેલું એ કોહલી સાહેબ આવતા જ બિલ પાસ થઇ ગયું (ઘરના ડાકલા, ઘરના ભુવા યૂ સી :-)).

આ બાબતમાં ગુજરાત પહેલુ રાજ્ય ખરુ પણ પહેલો દેશ નથી. ઓસ્ટ્રેલિયા, બ્રાઝીલ, ચીલી,ગ્રીસ ,ઇટલી આ બધા દેશોમાં વોટીંગ કંપલસરી છે. પણ જોવાની વાત એ કે બિલમાં સજા શું થાય તેના વાત નથી. ઓસ્ટ્રેલિયા નો અનુભવ બોવ સારો નથી એવુ એક ન્યૂઝ ચેનલ પર સાંભળ્યું.

આપડી વસ્તી સંખ્યા ગમે તેવા સીસ્ટમને ફેઇલ કરવા પુરતી છે. અમદાવાદ કોર્પોરેશન નો જ દાખલો લઇએ તો લાખોની સંખ્યામાં મતદારો છે,જો ૫૦% મતદારો પણ નથ ન આપે તો સરકાર શું પગલા લેશે? કોઇ જવાબ મળવો મુશ્કેલ છે. ધારો કે કોઇ વ્યક્તિ બહારગમ કે ગજરાત બહાર કે વિદેશ છે તો શું તે બસ, ટ્રેઇન કે ફ્લાઇટ  પકડી પાછો આવશે?  ઘણા લોકો એવા છે કે નોકરી, ધંધો બહારગામ છે પણ મતદારયાદીમાં નામ વતનમાં જ રાખશે.

આવા વતનથી દૂર લોકો માટે કોઇ  વિકલ્પ સરકાર પાસે નથી. ઇંટરનેટ, પોસ્ટ, કે બીજા કોઇ મિડિયમ દ્વારા વોટીંગ થઇ શકે તેવી વ્યવસ્થા વિશે હજુ વિચાર્યું પણ નહીં હોય. 

First Blood

First Blood

વિશ્વનાથન આનંદ અને મેગ્નસ કાર્લસન વચ્ચેની વર્લ્ડ ચેસ ચેમ્પિયનશિપ ની પહેલી ગેમમાં જ કાર્લસન જીતી જતા જ હેડલાઇન હતી કે ‘કાર્લસન ડ્રોવ્ઝ ફર્સ્ટ બ્લડ’.

ફર્સ્ટ બ્લડ એટલે વિરોધી પર પહેલો ઘા કરી દેવો. બોક્સીંગની રમત પરથી આ શબ્દસમુહ આવેલો છે તેવુ સ્કોલર્સનું માનવુ છે.

‘ટુ ડ્રો ફર્સ્ટ બ્લડ’ કે ‘ટુ ડ્રાઇવ ફ્રર્સ્ટ બ્લડ’ આજના કોમ્પીટીશન ના જમાનામાં બધે જોવી મળી જાય. ચર્ચા હોય ક્ રીયાલીટી શો, વેપારની હરીફાઈ કે પાડોશી દેશ સાથેની સ્પર્ધા,  બેય બાજૂના લોકો ફર્સ્ટ બ્લડ માટે પ્યાસા હોય છે.

કટાક્ષ કે કટુ શબ્દો બોલી કોઇની લાગણીઓના ભૂક્કા બોલાવીએ તે પણ ફર્સ્ટ બ્લડનો પ્રકોપ. શિક્ષક કે પ્રોફેસર ક્લાસની વચ્ચે ઇજ્જતનો ફાલુદો કરીદે તે પણ ફર્સ્ટ બ્લડ.  પ્રેમી -પ્રેમીકા કે પતિ-પત્ની વચ્ચે ના ઝઘડા પછી બન્ને પાર્ટી એવુ સાબિત કરવા મથે કે ફર્સ્ટ બ્લડ  સામેના પક્ષે વહાવ્યુ એટલે આ મહાભારત (કે પછી એકતા કપૂરની સીરીયલ્સ)  શરુ થયું!

ભારત – પાકિસ્તાન બોર્ડર પર સીમા ઉલ્લંઘન કરી પાકિસ્તાને ફર્સ્ટ બ્લડ  તો કાઢ્યું પણઆપડી  આર્મીને છૂટો હાથ મળતા જ પૂર્ણાહુતિ આપડે કરી. જો વન મેન આર્મી ટાઇપ હોલિવૂડ ફિલ્મોનો શોખ હોય તો સિલ્વેસ્ટર સ્ટેલોનની૧૯૮૨ માં બનેલી  ‘ફર્સ્ટ બ્લડ’ફિલ્મ જોવા જેવી ખરી.

પહેલો ઘા પરમેશ્વર નો.

Interpret

Interpret

લગ્ન બાદ નવવધૂ પતિ સાથે સગાવહાલા માં બેસવા જાય એમ આપડા વડાપ્રધાન પણ સત્તા સંભાળતા જ પડોશીઓ અને દૂરના દેશો સાથે સંબંધો કેળવવા મથી રહ્યા છે. યૂનાઇટેડ નેશન્સ ની સામાન્ય સભામાં તેમણે સભ્ય દેશોના પ્રતિનિધિઓ ને સંબોધ્યા પરંતુ હિંદીમાં. આટલા બધા દેશોના જમાવડા માં દરેક દેશની ભાષા સમજવી માણસોના બેય મગજ માટે અશક્ય છે. આ ગુંચવણ નો ઉકેલ લાવવા, વાતચીત અને કોમ્યુનિકેશન માટે યૂ.નો.માં ઇંટરપ્રીટર ની સુવિધા છે. સભાના વિશાળ હોલની ઉપરના માળ પર વિવિધ દેશોના ઇંટરપ્રીટર્સ તાત્કાલિક અર્થઘટન તેમના પ્રતિનિધિ ને સંભળાવશે .

‘ધ ઇંટરપ્રીટર ‘ નામનું એક હોલિવૂડ મુવી પણ બનેલું જેમાં ઇંટરપ્રીટર ની જોબ કરતી એમ્પ્લોયી દ્વારા પ્રેસિડન્ટ ને મારીનાખવાની વાત હતી.

ઇંટરપ્રીટ કરવુ એટલે કોઇ બાબત,પરિસ્થિતિવગેરેનું અર્થઘટન કરવું,અર્થ સમજાવવો. વિવાદાસ્પદ નિવેદન આપીને હોબાળો મચાવનાર નેતાઓ ઘણી વાર પાણી આડે પાળ બાંધવા કહેતા હોય છે કે નિવેદનનું ખોટુ અર્થઘટન કરાયુ છે એટલેકે મિસઇંટરપ્રીટેશન.પરંતુ પબ્લીક સબ જાનતી હૈ.

એકતરફી પ્રેમમાં પડતા વ્યક્તિઓ તેમના પ્રિય પાત્રની દરેક એક્શનનું ઇંટરપ્રીટેશન ખોટુ કરી દે. કોઇ સામે જોઇને હસે તો પણ આવા લોકો ગુલાબ લઇ પ્રપોઝ કરી દે કે વુલ યૂ બી માય સોલમેટ? અને પછી ….. સટ્ટાક .મિસઇંટરપ્રીટેશન નું દર્દ.

દરેક ન્યૂઝ ચેનલ રાજકીય ઘટનનાનું પોતાનું આગવું અર્થઘટન કરે. ઓછા બોલા વડાપ્રધાન ડો. મનમોહન સિંઘને ઇંટરપ્રીટ કરવા અઘરા હતા. મોનાલીસા ને ઇંટરપ્રીટ કરનારાઓ આજે પણ માથુ ખંજવાળતા ૧૦૦ % સાચુ અર્થઘટન કરવા અસક્ષમ છે.

કોઇ વ્યક્તિ આપડી બેસ્ટ ફ્રેન્ડ એટલા માટે હોય છે કે તે સૌથી સાચી રીતે આપણને ઇંટરપ્રીટ કરી શકે છે.

Vape

image

Vape
” હર ફિક્ર કો ધુંએ મેં ઉડાતા ચલા ગયા ”
ઓક્સફોર્ડ ડિક્શનરી દ્વારા વર્ડ ઓફ ધ યર નો ખીતાબ આ શબ્દને આપવામાં આવ્યો.નંબર ૧ એટલેકે સૌથી વધુ બોલાયેલો, લખાયેલો અને ચર્ચાયેલો આંતરરાષ્ટ્રીય શબ્દ.પોતાની ચીંતાઓને ધુંવાડા (અહીંયા વરાળ) માં ઉડાડતી જનરેશન નો માનીતો શબ્દ.

વેપ એટલે ઇ-સિગારેટ. જે બેટરી પર ચીલે છે અને પીવાથી ધુમાડા ને બદલે વરાળ નીકળે છે. એટલે તે પર્સનલ વેપરાઇઝર પણ કહેવાય છે.વેપ એટલે વેપર કે વેપરાઇઝરનું ટૂંકું રુપ. તેનાં નિકોટીન ની માત્રા નોર્મલ સિગારેટ કરતા ઓછી અને ધુમાડો વરાળ જેવો અને ઓછો નુકશાનકર્તા છે.બંધાણીઓના આજુબાજુ રહેનારા માટે સારા સમાચાર છે.

વેપ, ઓક્સફોર્ડ ડિક્શનરી મુજબ,વર્બ અને માઉન્ટ બંને છે. વર્બ મીન્સ કે ઇ-સિગારેટ મોઢામાં રાખી શ્વાસ ખેંચવો કે બહાર કાઢવો. માઉન્ટ મીન્સ કે આ ઇ-સિગારેટ કે તેવુ કોઇ સાધન કે તે ક્રિયા વેપ છે.

લંડન શહેરના પહેલો વહેલો ‘વેપ કાફે’ ખુલતા જ હોબાળો મચી ગયા અને આ શબ્દના વર્ડ ઓફ ધ યર બનવાના ચાન્સીસ માં શેરબજાર ની તેજી જેવો જંપ આવ્યો.

Exodus

image

Exodus

15 મી ઓગષ્ટ, ૧૯૪૭ ની તારીખે ભારતને સ્વતંત્રતા મળતા જ બે દેશો અસ્તિત્વમાં આવ્યા. આ સાથે જ બંને તરફના લોકો બોર્ડરની સુરક્ષિત બાજુ પહોંચવા પહેરેલ કપડે નીકળી પડ્યા. કેટલાક બોર્ડર ક્રોસ કરી શક્યા, સેંકડો લોકો હીંસાના દાવાનળમાં ખાખ થઇ ગયા. આમ આફતથી દૂર જવા કોઇ સમુહ બીજા દેશ-પ્રદેશ તરફ ભાગી નીકળે તેને અંગ્રેજી માં એક્ઝડસ કહેવાય.

બાઇબલના ઓલ્ડ ટેસ્ટામેંટ ની બુકનું નામ છે ‘Exodus’.  તેમાં હિબ્રુમાં જાતીના લોકોને ઇજીપ્તના ફેરો (રાજા)ની ગુલામીમાંથી છોડાવી તેમનો લીડર ‘મોઝીસ’ તેમને તેમના વતન તરફ યાત્રા માંડે છે, આ વાત તેમાં છે. આ ફિલ્મમાં આજ એક્ઝડસ બતાવેલ છે.

સ્થળાંતર એટલે કે એક્ઝડસ ઇતિહાસમાં દરેક દેશ, સમાજમાં મળી આવશે; સ્થળાંતરના કારણ અલગ અલગ હોઇ શકે. અભિષેક બચ્ચનની પહેલી ફિલ્મ ‘રેફ્યુજી’ માં પડોશી દેશમાંથી લોકો સલામતી માટે આપણા દેશમા ગેરકાયદેસર રીતે આવતા બતાવ્યા તે એક્ઝડસ. કાશ્મીરી પંડિતો દિલ્હીમાં એક્ઝડસ કરીને આવે વર્ષો થયા. રેફ્યુજી કેંપ કે કોલોની માં આવા એક્ઝડસ પામેલ લોકો રહે.  રાજકોટના જામનગર રોડ પર રેફ્યુજી કોલોનીમાં આવા એક્ઝડસ કરી આવેલ લોકો વસે છે. પક્ષીઓ જે ઠંડી પ્રદેશોમાં રહે છે કે શિયાળામાં કાતીલ ઠંડીથી બચવા ગરમ પ્રદેશો તરફ એક્ઝડસ કરે, winter exodus.  એવી જ રીતે ઉનાળામાં લોકો દરીયાકાંઠા અને હીલ સ્ટેશન તરફ કીડીની જેમ ઉમટી પડે એ પણ summer exodus.

હિસ્ટોરીઅન્સ એવુ કહે છે કે ભારતીયો યુરોપમાં થી એક્ઝડસ કરી અહીં વસેલા છે. So we are all an example of exodus. 🙂

પોકેટમેં કાર્ડ લેકર ચલતે હો,તો જીન્દા હો તુમ.

image

આપણો દેશ નેતાઓ અને લોકો કરતા કાર્ડ પર વધુ નિર્ભર છે.કાર્ડ વગર આ સરકાર કદાચ તમારુ અસ્તિત્વ સ્વિકારશે નહીં (ટ્રાય કરી જોવાની છૂટ) . દેશના નાગરીક છો એ માટે આધાર કાર્ડ, મતદાર માટે ચૂંટણી કાર્ડ, રાજગારી માટે પણ કાર્ડ (મનરેગા સ્કિમ, યાદ છે? ) અને આપડા તો બેરોજગાર માટે પણ કાર્ડ. દરરોજ બીજા શહેરમાં નોકરી કે અભ્યાસ કરતા હો તો ટ્રેઇનનો કે બસનો પાસ, સિનિયર સિટિઝન હો તો એ કાર્ડ. એનઆરઆઈ હોવ તો પીઆઇઓ કે સીઆઇઓ કાર્ડ. ગરીબ હો તો બીપીએલ કાર્ડ. જે સરકાર દિલ્હીમાં આવે તો જતા જતા એક કાર્ડ આપતી જાય યાદગીરી માટે.

પાકીટ ખોલતા જ રુપીયા કરતા આજકાલ કાર્ડ ની સંખ્યા વધુ દેખાશે. મારા પાકીટમાં એક ખાનામાં જ રુપીયા હોય બાકી બધામાં કાર્ડની થપ્પીઓ. આધાર, પાન કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, ચૂંટણી કાર્ડ (જેનો ફોટો કોઇને બતાવા જેવો નથી હોતો) , ઓફિસનું આઇડેન્ટિટી કાર્ડ. હવે કોઇ બાકી હોય તો નવાઇ નઇ. સાઇબર કાફે વાળાઓ પર જ્યારથી પોલીસ કડક થઇ છે ત્યારથી એ  લોકો પણ તમારા ફોટો આઇડી સેવ કરીને મેમ્બરશીપ કાર્ડ પકડાવી દે છે. થેંક્સ ટૂ સ્માર્ટફોન્સ,  બિઝનેસ કાર્ડઝ નો જમાનો પૂરો થતો જાય છે.(એવરનોટ, નામ તો સુના હોગા. )

બેંકના બચત ખાતા માં બેલેંસ ભલે તુષાર કપુરની ફિલ્મના કલેકશન જેટલુ હોય પણ પાકીટમાં એજ સૌથી ઉપર દેખાઇ એમ રાખવાનો રીવાજ છે, બે લોકો સામે પાકીટ કાઢે ત્યારે એ દેખાવુ જોઇએ. વધારે ઇમ્પ્રેશન જમાવા વાળા કેન્સલ થયેલા ક્રેડિટ કાર્ડ પણ પાકીટમાં બે દિવાળી સુધી સાચવશે. સારુ છે રાશન કાર્ડ ટેબલેટ કોમ્પુટર ની સાઇઝના છે કે કોઇ પોકેટમાં સમાતા નથી, નહીંતર એ પણ હારે લઇ ફરતા હોત. રાજકારણીઓ પણ ચૂંટણી ટાણે વિવિધ કાર્ડનો ઉપયોગ કરતા હોય છે – માઇનોરીટી કાર્ડ,ઓબીસી કાર્ડ,હિંદુત્વ કાર્ડ,મુસ્લીમ કાર્ડ,સ્ટાર કાર્ડ વગેરે. આ બધા પાર્ટીના પોતાના બનાવેલા કાર્ડ હોય છે, કોઇ સંસ્થા ઇસ્યુ નથી કરતી.

છતા પણ એક વર્ગ અત્યારે એવો છે જે કાર્ડની મોહમાયા થી ઉધાર લેનારો ઉઘરાણી કરવા આવતા લોકોથી દૂર ભાગે એમ કાર્ડથી આ લોકો ભાગે છે. આમાં ખાસ કરીને નિવ્રુત પેંશનર્સનો વર્ગ આવે.પેંશન લેવા આજે પણ દર પહેલી તારીખે બેંકના શટર ખુલશે તે પહેલા હાજર થઇ જશે.  પોતાના અને ગામ આખાનાં નવરી બજાર છોકરાઓને સલાહ આપતા રહેશ કે આમ કરો તેમ કરો પણ એને સલાહ આપો કે એટીએમ કાર્ડ લઇ લેશો તો બેંકના ધકકા નઇ, તો કોકે એવરેસ્ટ ચડવા જેવુ કામ આપ્યુ હોય તેવો દેખાવ કરીને કહેશે કે આપડું કામ નઇ ભઇલા!

આટલું ઓછુ હોય એમ ડીજીટલ ઇંડીયા ની દરેક કંપની પાસે પોતાનુ કાર્ડ છે જે દરેક કસ્ટમર ને આપતી ફરે છે. શોપીંગ મોલ, પેટ્રોલ પંપ, બ્રાન્ડેડ સ્ટોર્સમાં ખરીદી કરતા જ ફટાક એક કાર્ડ ઓફર કરશે, જેને એ લોકો લોયાલ્ટી કાર્ડ કહે છે. લોયલ એટલે વફાદાર. આ કન્સેપ્ટ વિદેશ માં ચાલે, આપડા લોકો સારી ઓફર દેખાય તો દુકાનમાંથી બહાર નીકડી એની સામેની દુકાનમાં જાતા જરાય ના ખચકાય. લોયાલ્ટી ગઇ છાશ પીવા. લાભ દેખાય એ પક્ષમાં ઘુસી જતા નેતાઓ માટે ખાસ તો લાયાલ્ટી કાર્ડની જરુર છે.

દરેક સિસ્ટમ નો સાવ અલગ જ ઉપયોગ કરવા આપડે પંકાયેલા છીએ. રાશન કાર્ડનો ઉપયોગ અનાજ લેવાને બદલે એડ્રેસ પ્રૂફ તરીકે થાય.ચૂટણીમાં મતદાન કરવા ન જાતો જુવાનીયો પોતાના ફોન માટે બજારમાં  અવેલેબલ બધી કંપનીમાં ચૂંટણી કાર્ડની નકલ આપી અલગ અલગ સ્કીમના સીમ કાર્ડ લઇને બેઠો હોય ચોકમાં.   આધાર કાર્ડ આપડા બધાની સેન્સીટીવ ઇન્ફર્મેશન સાચવીને બેઠુ છે પણ એમાં કેવુ લોલમલોલ તંત્ર હાલે છે એ બતાવવા કેટલાક લોકોએ હનુમાનજી, સચીન,સોનીયા ગાંધી વગેરે ના નામે પણ આધાર કાર્ડ કઢાવી લીધા. આવામા બાંગ્લાદેશી ઘૂસણખોરો આધાર કાર્ડ સાથે રહેતા હોય તો શી મોટી વાત છે!  વસુધૈવ કુટુમ્બકમ,  યૂ નો!  આધાર કાર્ડ આવ્યુ ત્યારે લોકોને આશા હતી કે ફાઇનલી બધા કાર્ડ નો એક રામબાણ ઇલાજ મળી  ગયો, પણ ત્યાં જ રાજનીતિમાં ત્સુનામી આવી,સરકાર હિન્દી ફિલ્મના વિલનની જેમ અંતે પલટી મારી ગઇ,નંદન નિલકની પણ હાર્યા અને આધાર સાવ રખડતા ઢોરની જેમ નિરાધાર બની ગઇ.

નવી સરકારે મને કમને આધાર ચાલુ રાખવું પડશે. નકામા કાયદાઓ રદ કરવાની વાતો કરતી સરકાર કોઇ નવુ કાર્ડ મુકતી ના જાય એવી ઇશ્વર ને પ્રાર્થના.

October 07,2014
રાજકોટ, ગુજરાત
abrangpara@outlook.com