A shot in the arm

shot-in-the-arm-funny

a shot in the arm

અરવીંદ કેજરીવાલની દિલ્હી સરકારે 26,27 ના રોજ ખાસ વિધાંસભા સત્ર બોલાવ્યું છે, કારણ? કેંદ્ર સરકાર દ્વારા બહાર પડાયેલ બે નોટિફિકેશનનો વિરોધ કરવા, દિલ્હીને ફૂલ સ્ટેટનો દરજ્જો આપવા. કેંદ્ર સરકાર કહે છે કે બંધારણ મુજબ કેજરીવાલ સાહેબ વહીવટી વડાઓની ભરતી નહીં કરી શકે, અને દિલ્હીની પોલિસ પાર્ટી પણ કેંદ્રને આધીન હોવાથી એંટી કરપ્શન બ્યુરો (એ.સી.બી.) કોઇ પોલિસ કર્મચારીને પકડી શકે નહીં. આ સેંટર વર્સીસ સ્ટેટની ‘જંગ’મા દિલ્હી હાઈકોર્ટ એવુ કહ્યુ કે એ.સી.બી. ને કરપ્ટ પોલિસને પકડી શકે. અને આમ કહેતા જ કેજરીવાલ સરકારને ‘a shot in the arm’ મળી ગયો.

‘અ શોટ ઇન ધ આર્મ’ એટલે સ્ટીમ્યુલસ (stimulus), કામ કરવાનું પ્રેરકબળ, એવી કોઇ ચીજ જેનાથી કરવાની શક્તિ, જોમ, જુસ્સો, હિમ્મત પાછી આવી જાય. આ શબ્દ સમુહનો ઓરીજીનલ અમેરિકન મીનીંગ હતો ઇંજેક્શન દ્વારા અપાતુ સ્ટીમ્યુલસ, જે કોઇ રોગને પ્રતિકાર કરવાની રસી કે કેફી દ્રવ્ય એટલેકે ડ્રગ હતુ. બાળક એક વર્ષનું થાય ત્યારે ખભા પર વેક્સિન (રસી) નો જે ડોઝ મળે એ US ની સ્લેંગમા શોટ કહેવાય.

બોર્ડના રિઝલ્ટ્સ જાહેર થવાનુ શરુ થઈ ગયુ છે, ત્યારે ન્યુઝપેપર્સમાં પૂરા પન્નાના સફળ ઉમેદવારોના ફોટો પણ સ્કૂલ અને સ્ટ્યુડંટ્સ બન્ને માટે સ્ટીમ્યુલસનુ કામ કરે છે. ઘણીવાર પોતાના સગા દિકરા-દીકરીઓ પાસે કામ કઢાવા મા-બાપ ને સ્ટીમ્યુલસ આપવા પડે છે, જે રુપિયા કે થપ્પડ સ્વરુપે પણ હોય છે. એવોર્ડ્સ, વખાણ શોટ ઇન ધ આર્મ નું કામ કરે છે.

હાઇકોર્ટનો ઓર્ડર આવતા જ કેજરીવાલની સરકારને કેંદ્ર સરકાર સામે લડવાનું જોમ મળી ગયુ છે. કેજરીવાલને ફાવતુ જડી ગયુ છે કેમકે દિલ્હીની બસ, ક્રાઈમ, વીજળી, પાણી વગેરેની સમસ્યા કરતા લોકોનું ધ્યાન રાજકીય સમસ્યા પર કેંદ્રિત છે. સરકારના ૧૦૦ દિવસ પૂરા થયા એના લેખા જોખા બાજુએ રહી ગયા.

Leave a comment