Habits maketh a man.

Habit
કુબલા ખાન નામના એક મહાન કવિ થઇ ગયા. તેની લખવાની રીત ખૂબ અજબ હતી. કાવ્ય સર્જન ની પ્રેરણા માટે તે અફીણ કે ગાંજાનું સેવન કરી ઘસઘસાટ સુઇ જતો. સ્વપ્નમાં કાવ્યની પ્રેરણા મળતા જ અચાનક અધરાતે લખવા લાગતો.
અહી એવા કોઇ કેફી વ્યસનોના વાત નથી કરવી. કેમ કે અફીણ પીને બધા કુબલા ખાન જેવુ નથી લખી શકતા. પણ જીવનમાં કોઇ ને કોઇ ટેવ વ્યસન બની ચંદનઘો પેઠે માણસને ચોટી જતી હોય છે, જે નડતરરૂપ નહી પણ જીવનને લીવેબલ બનાવી રાખે છે. બોલીવૂડની ભાષામાં કહીએ તો ‘કીક’ આપતી હોય છે આ ટેવો.

નાના અને લાભદાયક વ્યસનો રોજબરોજની કંટાળાજનક લાઇફને મજા ની કીક આપતા રહે છે. વ્યસન કે રુઢી, નામ અલગ પણ કામ એક જ.મારા માતુશ્રી ને સવારે ઉઠી કેલેન્ડરનું પત્તું તોડવાની ટેવ. દિવાળી પહેલા જ નવું કેલેન્ડર લાવવું ફરજીયાત, નહીતર થોડા થોડા કલાકે યાદ કરાવે રાખે કે કેલેન્ડરનો ડટ્ટો લાવા નો છે.તારીખની ખબર કેમ પડે! (રંગીન ચિત્રો  સાથેના આધુનિક કેલેન્ડર હોય પણ એમાં તારીખ ગોતવાની  ઝંઝટ) એક પાડોશી ને શેરીમાં બેસી રહેવાનું વ્યસન.ઘરમાં શું ગુંગળામણ થતી હશે? ૩૬૫ માં થી ૩૬૪ દિવસ બહાર બેસે. એ ના હોય તો બધાને નવાઇ લાગે. ગ્રુહીણીઓને ગાંધીજીની જેમ સફાઇનું વ્યસન હોય છે. ઘરને ખૂણે ખૂણે ત્રણ ચાર વખત સાવરણી ના ફેરવે ત્યાં લગી ઘર પબ્લીક પાર્ક જેવું ગંદુ ભાસે.એક વડીલને સવારના ચા સાથે ન્યૂઝપેપર્સ જોઇએ. જેમ જેમ સમાચાર મગજમાં ઉતરે, એમ એમ ચા ની ચૂસકી ગળે ઉતરે.  છાપુ બંધ હોય કે ચા ન મળી હોય, બે માંથી એક વિના દિવસ શરુ ન થાય.

પહેલાના સમયની અને આજની ટેવોમાં પણ અદનાન સામીના  શરીર જેવડો તોતીંગ ફેરફાર છે. પહેલા લોકો ભજન લલકારવા, ગપાટા હાંકવા, કામ વિના આંટા મારવા, ગામની પંચાત કરવી જેવી ટેવો હતી. જ્યારે આજે રાત આખા ઘૂવડ ની જેમ જાગવાની સ્પર્ધા જોવા મળે (થેંક્સ ટુ મોબાઇલ ફોન). બાથરુમમાં હની સીંઘના ગીતો સાંભળશે અને ટોઇલેટમાં કેન્ડી ક્રશના હાઇ સ્કોર કરશે! જૂનાગઢ ના એક યુવાનને ગરોળી જાપટવાની આદત!

બધી ઉંમરના લોકો આ ટેવોની ઝપટમાં આવી જાય. ૫૮ કે ૬૦ વર્ષે નિવ્રુત્તિ લેનાર ઘણા કર્મચારીઓ ઓફિસના પગથીયા ઘસતા જોઇ શકાય. રાજકારણીઓ ને ખુરશીનુ વ્યસન થઇ પડે છે. સત્તા વિનાનો રાજકારણી હવા નીકળેલ ગુબ્બારા દેવો દેખાય.

આપડે પોતે પણ લખવાનું વ્યસન પાળ્યું છે.

Advertisements

How can i help you?

સામાન્ય રીતે બધાને પોતપોતાનું કામ બીજાઓ કરતા અઘરું લાગતું હોય છે. પણ મારા ખ્યાલથી તો આપડી વર્લ્ડ ક્લાસ મેનર્સ ધરાવતી પબ્લીકની સાથે સીધા સંપર્કમાં આવતી બધી નોકરી અઘરી.
આ બધામાં કસ્ટમર કેર માં નોકરી કરતા લોકોનો અનુભવ સાંભળવા જેવો ખરો. મોબાઇલ કંપનીઓ ના કસ્ટમર કેર માં ફોન કરી એલફેલ વાતો કરતા અને ગાળો દેતા લોકોને જોયા છે. કંપની પાસે આવા કોલર્સને બ્લોક કરવા સીવાય બીજો ઓપ્શન નથી. ૩ મિનિટના ૫૦ પૈસા ચાર્જ પણ એટલે જ શરુ કર્યો હશે. રેકોર્ડીંગ ચાલુ ના હોય તો એ લોકો પણ સામી ચોપડાવતા હશે જ!

પોસ્ટપઈડ ફોનનું બીલ ભરવા જવાનું થયું ત્યારે એક ભાઇ કાઉંટર પર બેસેલ છોકરી સાથે જે ભાષા અને ઉંચા અવાજે વાત કરતો હતો તે પરથી  લાગ્યુ કે એ ભાઇ કોઇ ત્રાસવાદી કેંપમાંથી ટ્રેઇનિંગ લઇને આવ્યા હશે કે શું?
કોઇ પણ ટિકિટ બારી પર સરકારી કર્મચારી સળીયા પાછળ બેસેલો હોય.  સરકારને આપડા લોકોની માનસીકતા ખબર છે એટલે દૂરંદેશી વાપરી ટિકિટ બારીઓ મજબૂત જ બનાવે. 🙂
ટિકિટ બસની હોય કે રાજકીય પક્ષની, ધક્કામુક્કી બેયમાં થાય.

Compulsory Voting

ગુજરાતે ભારે કરી! સ્થાનિક ચૂંટણીઓ માં વોટીંગ ફરજીયાત કરી નાખ્યું! જે બિલ મોદી જી ના સમયમાં બે વાર કમલા મેડમે રીજેક્ટ કરેલું એ કોહલી સાહેબ આવતા જ બિલ પાસ થઇ ગયું (ઘરના ડાકલા, ઘરના ભુવા યૂ સી :-)).

આ બાબતમાં ગુજરાત પહેલુ રાજ્ય ખરુ પણ પહેલો દેશ નથી. ઓસ્ટ્રેલિયા, બ્રાઝીલ, ચીલી,ગ્રીસ ,ઇટલી આ બધા દેશોમાં વોટીંગ કંપલસરી છે. પણ જોવાની વાત એ કે બિલમાં સજા શું થાય તેના વાત નથી. ઓસ્ટ્રેલિયા નો અનુભવ બોવ સારો નથી એવુ એક ન્યૂઝ ચેનલ પર સાંભળ્યું.

આપડી વસ્તી સંખ્યા ગમે તેવા સીસ્ટમને ફેઇલ કરવા પુરતી છે. અમદાવાદ કોર્પોરેશન નો જ દાખલો લઇએ તો લાખોની સંખ્યામાં મતદારો છે,જો ૫૦% મતદારો પણ નથ ન આપે તો સરકાર શું પગલા લેશે? કોઇ જવાબ મળવો મુશ્કેલ છે. ધારો કે કોઇ વ્યક્તિ બહારગમ કે ગજરાત બહાર કે વિદેશ છે તો શું તે બસ, ટ્રેઇન કે ફ્લાઇટ  પકડી પાછો આવશે?  ઘણા લોકો એવા છે કે નોકરી, ધંધો બહારગામ છે પણ મતદારયાદીમાં નામ વતનમાં જ રાખશે.

આવા વતનથી દૂર લોકો માટે કોઇ  વિકલ્પ સરકાર પાસે નથી. ઇંટરનેટ, પોસ્ટ, કે બીજા કોઇ મિડિયમ દ્વારા વોટીંગ થઇ શકે તેવી વ્યવસ્થા વિશે હજુ વિચાર્યું પણ નહીં હોય. 

પોકેટમેં કાર્ડ લેકર ચલતે હો,તો જીન્દા હો તુમ.

image

આપણો દેશ નેતાઓ અને લોકો કરતા કાર્ડ પર વધુ નિર્ભર છે.કાર્ડ વગર આ સરકાર કદાચ તમારુ અસ્તિત્વ સ્વિકારશે નહીં (ટ્રાય કરી જોવાની છૂટ) . દેશના નાગરીક છો એ માટે આધાર કાર્ડ, મતદાર માટે ચૂંટણી કાર્ડ, રાજગારી માટે પણ કાર્ડ (મનરેગા સ્કિમ, યાદ છે? ) અને આપડા તો બેરોજગાર માટે પણ કાર્ડ. દરરોજ બીજા શહેરમાં નોકરી કે અભ્યાસ કરતા હો તો ટ્રેઇનનો કે બસનો પાસ, સિનિયર સિટિઝન હો તો એ કાર્ડ. એનઆરઆઈ હોવ તો પીઆઇઓ કે સીઆઇઓ કાર્ડ. ગરીબ હો તો બીપીએલ કાર્ડ. જે સરકાર દિલ્હીમાં આવે તો જતા જતા એક કાર્ડ આપતી જાય યાદગીરી માટે.

પાકીટ ખોલતા જ રુપીયા કરતા આજકાલ કાર્ડ ની સંખ્યા વધુ દેખાશે. મારા પાકીટમાં એક ખાનામાં જ રુપીયા હોય બાકી બધામાં કાર્ડની થપ્પીઓ. આધાર, પાન કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, ચૂંટણી કાર્ડ (જેનો ફોટો કોઇને બતાવા જેવો નથી હોતો) , ઓફિસનું આઇડેન્ટિટી કાર્ડ. હવે કોઇ બાકી હોય તો નવાઇ નઇ. સાઇબર કાફે વાળાઓ પર જ્યારથી પોલીસ કડક થઇ છે ત્યારથી એ  લોકો પણ તમારા ફોટો આઇડી સેવ કરીને મેમ્બરશીપ કાર્ડ પકડાવી દે છે. થેંક્સ ટૂ સ્માર્ટફોન્સ,  બિઝનેસ કાર્ડઝ નો જમાનો પૂરો થતો જાય છે.(એવરનોટ, નામ તો સુના હોગા. )

બેંકના બચત ખાતા માં બેલેંસ ભલે તુષાર કપુરની ફિલ્મના કલેકશન જેટલુ હોય પણ પાકીટમાં એજ સૌથી ઉપર દેખાઇ એમ રાખવાનો રીવાજ છે, બે લોકો સામે પાકીટ કાઢે ત્યારે એ દેખાવુ જોઇએ. વધારે ઇમ્પ્રેશન જમાવા વાળા કેન્સલ થયેલા ક્રેડિટ કાર્ડ પણ પાકીટમાં બે દિવાળી સુધી સાચવશે. સારુ છે રાશન કાર્ડ ટેબલેટ કોમ્પુટર ની સાઇઝના છે કે કોઇ પોકેટમાં સમાતા નથી, નહીંતર એ પણ હારે લઇ ફરતા હોત. રાજકારણીઓ પણ ચૂંટણી ટાણે વિવિધ કાર્ડનો ઉપયોગ કરતા હોય છે – માઇનોરીટી કાર્ડ,ઓબીસી કાર્ડ,હિંદુત્વ કાર્ડ,મુસ્લીમ કાર્ડ,સ્ટાર કાર્ડ વગેરે. આ બધા પાર્ટીના પોતાના બનાવેલા કાર્ડ હોય છે, કોઇ સંસ્થા ઇસ્યુ નથી કરતી.

છતા પણ એક વર્ગ અત્યારે એવો છે જે કાર્ડની મોહમાયા થી ઉધાર લેનારો ઉઘરાણી કરવા આવતા લોકોથી દૂર ભાગે એમ કાર્ડથી આ લોકો ભાગે છે. આમાં ખાસ કરીને નિવ્રુત પેંશનર્સનો વર્ગ આવે.પેંશન લેવા આજે પણ દર પહેલી તારીખે બેંકના શટર ખુલશે તે પહેલા હાજર થઇ જશે.  પોતાના અને ગામ આખાનાં નવરી બજાર છોકરાઓને સલાહ આપતા રહેશ કે આમ કરો તેમ કરો પણ એને સલાહ આપો કે એટીએમ કાર્ડ લઇ લેશો તો બેંકના ધકકા નઇ, તો કોકે એવરેસ્ટ ચડવા જેવુ કામ આપ્યુ હોય તેવો દેખાવ કરીને કહેશે કે આપડું કામ નઇ ભઇલા!

આટલું ઓછુ હોય એમ ડીજીટલ ઇંડીયા ની દરેક કંપની પાસે પોતાનુ કાર્ડ છે જે દરેક કસ્ટમર ને આપતી ફરે છે. શોપીંગ મોલ, પેટ્રોલ પંપ, બ્રાન્ડેડ સ્ટોર્સમાં ખરીદી કરતા જ ફટાક એક કાર્ડ ઓફર કરશે, જેને એ લોકો લોયાલ્ટી કાર્ડ કહે છે. લોયલ એટલે વફાદાર. આ કન્સેપ્ટ વિદેશ માં ચાલે, આપડા લોકો સારી ઓફર દેખાય તો દુકાનમાંથી બહાર નીકડી એની સામેની દુકાનમાં જાતા જરાય ના ખચકાય. લોયાલ્ટી ગઇ છાશ પીવા. લાભ દેખાય એ પક્ષમાં ઘુસી જતા નેતાઓ માટે ખાસ તો લાયાલ્ટી કાર્ડની જરુર છે.

દરેક સિસ્ટમ નો સાવ અલગ જ ઉપયોગ કરવા આપડે પંકાયેલા છીએ. રાશન કાર્ડનો ઉપયોગ અનાજ લેવાને બદલે એડ્રેસ પ્રૂફ તરીકે થાય.ચૂટણીમાં મતદાન કરવા ન જાતો જુવાનીયો પોતાના ફોન માટે બજારમાં  અવેલેબલ બધી કંપનીમાં ચૂંટણી કાર્ડની નકલ આપી અલગ અલગ સ્કીમના સીમ કાર્ડ લઇને બેઠો હોય ચોકમાં.   આધાર કાર્ડ આપડા બધાની સેન્સીટીવ ઇન્ફર્મેશન સાચવીને બેઠુ છે પણ એમાં કેવુ લોલમલોલ તંત્ર હાલે છે એ બતાવવા કેટલાક લોકોએ હનુમાનજી, સચીન,સોનીયા ગાંધી વગેરે ના નામે પણ આધાર કાર્ડ કઢાવી લીધા. આવામા બાંગ્લાદેશી ઘૂસણખોરો આધાર કાર્ડ સાથે રહેતા હોય તો શી મોટી વાત છે!  વસુધૈવ કુટુમ્બકમ,  યૂ નો!  આધાર કાર્ડ આવ્યુ ત્યારે લોકોને આશા હતી કે ફાઇનલી બધા કાર્ડ નો એક રામબાણ ઇલાજ મળી  ગયો, પણ ત્યાં જ રાજનીતિમાં ત્સુનામી આવી,સરકાર હિન્દી ફિલ્મના વિલનની જેમ અંતે પલટી મારી ગઇ,નંદન નિલકની પણ હાર્યા અને આધાર સાવ રખડતા ઢોરની જેમ નિરાધાર બની ગઇ.

નવી સરકારે મને કમને આધાર ચાલુ રાખવું પડશે. નકામા કાયદાઓ રદ કરવાની વાતો કરતી સરકાર કોઇ નવુ કાર્ડ મુકતી ના જાય એવી ઇશ્વર ને પ્રાર્થના.

October 07,2014
રાજકોટ, ગુજરાત
abrangpara@outlook.com