Habits maketh a man.

Habit
કુબલા ખાન નામના એક મહાન કવિ થઇ ગયા. તેની લખવાની રીત ખૂબ અજબ હતી. કાવ્ય સર્જન ની પ્રેરણા માટે તે અફીણ કે ગાંજાનું સેવન કરી ઘસઘસાટ સુઇ જતો. સ્વપ્નમાં કાવ્યની પ્રેરણા મળતા જ અચાનક અધરાતે લખવા લાગતો.
અહી એવા કોઇ કેફી વ્યસનોના વાત નથી કરવી. કેમ કે અફીણ પીને બધા કુબલા ખાન જેવુ નથી લખી શકતા. પણ જીવનમાં કોઇ ને કોઇ ટેવ વ્યસન બની ચંદનઘો પેઠે માણસને ચોટી જતી હોય છે, જે નડતરરૂપ નહી પણ જીવનને લીવેબલ બનાવી રાખે છે. બોલીવૂડની ભાષામાં કહીએ તો ‘કીક’ આપતી હોય છે આ ટેવો.

નાના અને લાભદાયક વ્યસનો રોજબરોજની કંટાળાજનક લાઇફને મજા ની કીક આપતા રહે છે. વ્યસન કે રુઢી, નામ અલગ પણ કામ એક જ.મારા માતુશ્રી ને સવારે ઉઠી કેલેન્ડરનું પત્તું તોડવાની ટેવ. દિવાળી પહેલા જ નવું કેલેન્ડર લાવવું ફરજીયાત, નહીતર થોડા થોડા કલાકે યાદ કરાવે રાખે કે કેલેન્ડરનો ડટ્ટો લાવા નો છે.તારીખની ખબર કેમ પડે! (રંગીન ચિત્રો  સાથેના આધુનિક કેલેન્ડર હોય પણ એમાં તારીખ ગોતવાની  ઝંઝટ) એક પાડોશી ને શેરીમાં બેસી રહેવાનું વ્યસન.ઘરમાં શું ગુંગળામણ થતી હશે? ૩૬૫ માં થી ૩૬૪ દિવસ બહાર બેસે. એ ના હોય તો બધાને નવાઇ લાગે. ગ્રુહીણીઓને ગાંધીજીની જેમ સફાઇનું વ્યસન હોય છે. ઘરને ખૂણે ખૂણે ત્રણ ચાર વખત સાવરણી ના ફેરવે ત્યાં લગી ઘર પબ્લીક પાર્ક જેવું ગંદુ ભાસે.એક વડીલને સવારના ચા સાથે ન્યૂઝપેપર્સ જોઇએ. જેમ જેમ સમાચાર મગજમાં ઉતરે, એમ એમ ચા ની ચૂસકી ગળે ઉતરે.  છાપુ બંધ હોય કે ચા ન મળી હોય, બે માંથી એક વિના દિવસ શરુ ન થાય.

પહેલાના સમયની અને આજની ટેવોમાં પણ અદનાન સામીના  શરીર જેવડો તોતીંગ ફેરફાર છે. પહેલા લોકો ભજન લલકારવા, ગપાટા હાંકવા, કામ વિના આંટા મારવા, ગામની પંચાત કરવી જેવી ટેવો હતી. જ્યારે આજે રાત આખા ઘૂવડ ની જેમ જાગવાની સ્પર્ધા જોવા મળે (થેંક્સ ટુ મોબાઇલ ફોન). બાથરુમમાં હની સીંઘના ગીતો સાંભળશે અને ટોઇલેટમાં કેન્ડી ક્રશના હાઇ સ્કોર કરશે! જૂનાગઢ ના એક યુવાનને ગરોળી જાપટવાની આદત!

બધી ઉંમરના લોકો આ ટેવોની ઝપટમાં આવી જાય. ૫૮ કે ૬૦ વર્ષે નિવ્રુત્તિ લેનાર ઘણા કર્મચારીઓ ઓફિસના પગથીયા ઘસતા જોઇ શકાય. રાજકારણીઓ ને ખુરશીનુ વ્યસન થઇ પડે છે. સત્તા વિનાનો રાજકારણી હવા નીકળેલ ગુબ્બારા દેવો દેખાય.

આપડે પોતે પણ લખવાનું વ્યસન પાળ્યું છે.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s