Exonerate

jayalalita-verdict-da-case

Exonerate

19 વર્ષ કૉર્ટમાં કેસ ચલ્યા પછી અચાનક જ અપ્રમાણસર મિલ્કત રાખવાના કેસમા જયલલિતાને સાવ નિર્દોષ છોડી દેવાયા. નીચલી કૉર્ટનો ચુકાદો, જેમાં ૪-૫ વર્ષની જેલની સજા અને ૧૦૦ કરોડ રુપિયાનો દંડ સામેલ હતો,ચુકાદો આવતા ૨૪૪ લોકો એ આત્મહત્યા ક હાર્ટ એટેકથી જીવ ખોયો હતો, તેને હાઇ કોર્ટે સાવ રદ કરી નાંખ્યો, કારણ કે જયલલિતાએ જાહેર કરેલી મિલકત કરતા તેની અપ્રમાણસર મળેલી મિલકત ફક્ત ૮.૧૨% જ વધુ નિકળી. જે ૧૦% સુધી વાંધાજનક નથી. આમ બધા દોષોમાંથી મુક્તિ મળે તેને exonerate કર્યુ કહેવાય.

લેટિન શબ્દ exonrare બનેલ આ શબ્દ નો લટિનમાં અર્થ હતો: ભાર ઓછો કરવો. ક્રિમિનલ કાયદામા એક્ઝોનરેટ એટલે જામીન માટે મુકેલ બોંડ પૂરો પાડવો.

આતો અપ્રમાણસર મિલકતનો કેસ છે પણ ઘણી વાર કેટલાય કેસમાં મ્રુત્યુ દંડ અપાયા પછી એવા એવિડંસ મળી આવે કે મરનારને એક્ઝોનરેટ કરવો પડે. લાંબી સજા કે મ્રુત્યુ દંડના કિસ્સાઓમા DNA એવિડંસ ને પરિણામે એક્ઝોનરેટ થવાના દાખલાઓમા વધારો થયો છે. ખોટી રીતે કેદ કરેલા કે મ્રુત્યુ પામેલા હોય એવા કેસ માટે miscarriage of justice જેવા શબ્દો વપરાય છે.

સલમાન ખાન ને હજુ જામીન મળ્યા છે, એક્ઝોનરેટ નથી થયો એટ્લે હજુ થોડો કકળાટ બચાવી રખજો. જયલલિતાને exoneration મળ્યું એમા પણ કહેવાય છે કે ગણિતિક ભુલ છે, જોવાનુ એ કે સરકાર સુપ્રિમમા અપીલ કરે છે કે નહીં. અત્યાર પૂરતુ તો અમ્માને જેલની ઇડલી ખાવાની ટળી ગઈ છે.

Advertisements

Swagger

kangana-ranaut-swagger-tanu-weds-manu-2

kangana-ranaut-swagger-tanu-weds-manu-2

Swagger

માધવન અને કંગના રનૌત ની ૨૦૧૧ મા આવેલી ચટપટી અને મજેદાર ફીલ્મ ‘તનુ વેડ્સ મનુ’ ની સિક્વલ આ મહિનાની ૨૨ તારિખે આવી રહી છે. પહેલી ફિલ્મની જેમજ આ ફિલ્મનું મ્યુજીક ધમાકેદાર લાગે છે. ખાસ કરીને તેનુ સ્વાતિ શર્મા એ ગાયેલુ ગીત ‘બન્નો તેરા સ્વેગર લાગે સેક્સી ‘ દરેક ના મ્યુજીક લીસ્ટ્મા પહોંચી ગયુ હશે. યુટ્યુબ પર આ ગીતના ઓડિયો અને વિડિયો ઉપલોડને ૧૫,૦૦,૦૦૦ કરતા વધુ હીટ્સ મડી છે. આવામા આપડા ગુજરાતી માઇંડમા અમિતાભ છાપ ક્વેસ્ચન થવા લાગે કે યે સાલા સ્વેગ્ગર ક્યા હૈ? હેઈ?

સ્વેગ્ગર એટ્લે કોઇ વ્યક્તિની હાલવા, ચાલવાની છટા, કપડા અને બોલવાની સ્ટાઇલ, કુલનેસ, એટીટ્યુડ વીથ કોંન્ફીડન્સ. કેટ્લીક વ્યક્તિઓની છટા આપણને આંજી નાખનારી હોય. ના બોલીને પણ ઘણા લોકો પોતાની છાપ આપડા ઉપર લાંબા સમય સુધી મૂકી જતા હોય છે, ઓલ બિકોજ ઓફ ધેઇર સ્વેગ્ગર.

કોઇની બોડી લેંગ્વેજ આપણને આકર્ષે, તેની તરફ જોવા મજબૂર કરીદે તે સ્વેગ્ગર ના પ્રતાપે. ફિલ્મ સ્ટાર્સને પોતાની અલગ જ સ્વેગ્ગર હોય છે. ઘણી ફિલ્મમા પાત્રો એવા હોય છે કે એક્ટરને ઘણી પૂર્વતૈયારી કરી પાત્ર મુજબની સ્વેગ્ગર ડેવલપ કરવી પડે છે, ત્યારે જ તેનું ઓનસ્ક્રિન પાત્ર કન્વીનસીંગ લાગે છે.

ફેસબુક, ઇંસ્ટાગ્રામ અને ટમ્બ્લર પર sweggar સર્ચ કરતા ઢગલોએક પેઇજ નિચે જેવા ક્વોટ્સથી ભરપૂર દેખા દેશે. આ રહ્યા સ્વેગ્ગરના કેટલાક નમૂના :
“But as long as you have swag, you are not doing so bad.”
“I will not change a single thing about me to please you.”

‘તનુ વેડ્સ મનુ’ ની સિક્વલમા કંગનાનો હરીયાણવી સ્વેગ્ગર જોવાની મજા પડશે એ કહેવાની જરુર લાગતી નથી, કારણ કે ‘ક્વિન’ માટે ઢગલો એક એવોર્ડ મેળવનાર કંગના જેવો સ્વેગ્ગર અત્યરે કોઇ પાસે નથી.

 

Domino

Domino
અહિં પિત્ઝા ની વાત નથી.:-) આ ડોમિનો ઇફેક્ટ આપડી ચારેકોર છે, વિ આર ગ્લોબલ વિલેજ, યૂ નો ના! અમેરિકન બેંકો ઉઠી જતા કેટલાક ડેવલપીંગ દેશોની ઇકોનોમી અને બેંકો ભપ્પ કરતી બેસી જાય એ ડોમિનો ઇફેક્ટ. દિલ્હી મા નવી બિઝનેસ ફ્રેન્ડલી છાપ ધરાવતી સરકાર આવતા જ સેન્સેકસ અને માર્કેટ આઉટલૂક ઉંચા આવી જાય તે ડોમિનો ઇફેક્ટ. iPhone જેવો પહેલો સ્માર્ટફોન લોંચ થતા જ બધી કંપનીઓ (સિવાય કે નોકિયા)  એક પછી એક સ્માર્ટફોન બનાવવા લાગી જાય તે ડોમિનો ઇફેક્ટ.  યુરોપના કોઇ રાજવી પરિવારના સભ્યને પાડોશી દેશ ગોળીએ દઇ દે અને વખત જતા બધા દેશોને વિશ્વ યુધ્ધ મા જોડાવું પડે તે ડોમિનો ઇફેક્ટ. તેલંગણા પર નવા રાજ્યની મહોર લાગતા જ વિદર્ભ, નાગાલેન્ડ, સૌરાષ્ટ્ર જેવા પ્રદેશો પણ અલગ થવા જોર કરે તે ડોમિનો ઇફેક્ટ.
ડોમિનો નામની રમત ના વિડીયો વોટ્સએપ મા ફરતા જોયા હશે જેમાં એક સરખી સાઇઝના ટૂકડાઓ લાઇનબંધ ઉભા રાખી એકને પાડતા જ બધા પડવા લાગે.
આપડી ભાષામાં કહીએ તો એક પડે અને બીજા સત્તરને પાડતો જાય તે ડોમિનો ઇફેક્ટ! 🙂

Chutzpah

Chutzpah
વિશાલ ભારદ્વાજ ની હૈદર ફિલ્મથી ચકડોળે ચડેલો આ શબ્દ Yiddish ભાષાનો છે. આપડા સોશિયલ મિડિયા માં તો આજકાલ દેખાણો પણ વિસમી સદીથી ઉપયોગમાં અમેરિકા અને યુરોપમાં વપરાય છે. યીદ્દીશ ભાષા મૂળે સેન્ટ્રલ યુરોપના જ્યુઇશ લોકોની ભાષા.યીદ્દીશ ભાષા પાછી હિબ્રુ પરથી આવી.

સાયકોલોજીના P ની જેમ અહીં C સાઇલન્ટ છે.બોલાય છે ‘હુત્ઝપા’. હુત્ઝપા નો અર્થ હિબ્રુમાં તિરસ્કારપૂર્વક વપરાય છે એવી વ્યકિત માટે વાણી વર્તનની બધી હદો પાર કરી નાખી હોય.

હુત્ઝપા એટલે દુસ્સાહસ,કે દે બીજા કોઇ કરવાનું વિચારે પણ નહીં. હૈદરમાં શાહીદનું કેરેકટર હુત્ઝપા શબ્દ સમજાવવા દ્રષ્ટાંત આપે છે એક માથાફરેલ માણસનું જે બેંક માં જઇને કેશિયર ને લૂંટે છે અને તરત જ બધા રુપીયા લઇ બાજુના કાઉન્ટરે ખાતુ ખોલાવા જાય છે!

હુત્ઝપા શબ્દ જ નેગેટિવ સેંસની ખાણ છે. ઙુત્ઝપા એટલે ગટ્સ.હુત્ઝપા નું સૌથી જાણીતુ ઉદાહરણ છે: એક છોકરો તેના મા-બાપની હત્યા કરી નાખે છે પણ કોર્ટ પાસે દયા માંગે છે એવ કારણ આપીને કે તે હવે તો અનાથ છે! હુત્ઝપા ધરાવતી વ્યકિત બોલતી વખતે સામેવાળા ની પરવાહ નથી કરતી. પાકિસ્તાની બિલાવલ ભારત વિશે એલફેલ બકવાસ કરે તે હુત્ઝપા. મહિલાઓ ખરીદી વખતે ૫૦૦ રુ. ની વસ્તુ ૭૫ રુ. મા પણ માગી લે તે હુત્ઝપા. બાર્ગેઇન કરવા હુત્ઝપા જોઇએ. હુત્ઝપા એટલે એવી વાત જેનાથી સાંભળનારને શોક લગા મોમેન્ટ નો પરચો મળી જાય.

આપડી ભાષામાં કહીએ તો કાણા ને કાણો ન કહેવાય, પણ જે કહીદે તે હુત્ઝપા. 🙂

YOLO

YOLO
કાલે તમારી સાથે શું થવાનું છે તેની જયોતિષી કે તમને ખબર નથી એ વાત પાકકી. તો આજ, અત્યારે જીવી લો.આ જ વિચારસરણી એટલે YOLO: You Only Live Once. (’70s ના દાયકાની હીપ્પી વિચારસરણી નું નવુ રુપ)  પશ્ચિમના ટીનએજર્સના દિમાગ માં આ વિચારસરણી એ તેનુ સ્થાન જમાવી લીધુ છે. આ યોલો જનરેશન ભવિષ્યનું વિચારીને વર્તમાન નથી બગાડતી. આપડી ફિલ્મોમાં પણ યોલો આઇડિયાઝ દેખાઇ રહ્યા છે (પશ્ચિમ ના પ્રભાવ માં આવીને) . ‘જિન્દગી ના મીલેગી દોબારા ‘ એટલે યોલો.  ‘યે જવાની હૈ દિવાની ‘ માં રણબીર કપૂરનું કેરેકટર એટલે યોલો નુ પ્રતિક.
પણ જેમ દેવ હોય ત્યાં દાનવ હોય જ. એમ કોઇ આઇડિયા નો એન્ટિ આઈડિયા હોય જ. અહીંયા એ છે YODO (પુરુ નામ તમે સમજી શકો).

Interpret

Interpret

લગ્ન બાદ નવવધૂ પતિ સાથે સગાવહાલા માં બેસવા જાય એમ આપડા વડાપ્રધાન પણ સત્તા સંભાળતા જ પડોશીઓ અને દૂરના દેશો સાથે સંબંધો કેળવવા મથી રહ્યા છે. યૂનાઇટેડ નેશન્સ ની સામાન્ય સભામાં તેમણે સભ્ય દેશોના પ્રતિનિધિઓ ને સંબોધ્યા પરંતુ હિંદીમાં. આટલા બધા દેશોના જમાવડા માં દરેક દેશની ભાષા સમજવી માણસોના બેય મગજ માટે અશક્ય છે. આ ગુંચવણ નો ઉકેલ લાવવા, વાતચીત અને કોમ્યુનિકેશન માટે યૂ.નો.માં ઇંટરપ્રીટર ની સુવિધા છે. સભાના વિશાળ હોલની ઉપરના માળ પર વિવિધ દેશોના ઇંટરપ્રીટર્સ તાત્કાલિક અર્થઘટન તેમના પ્રતિનિધિ ને સંભળાવશે .

‘ધ ઇંટરપ્રીટર ‘ નામનું એક હોલિવૂડ મુવી પણ બનેલું જેમાં ઇંટરપ્રીટર ની જોબ કરતી એમ્પ્લોયી દ્વારા પ્રેસિડન્ટ ને મારીનાખવાની વાત હતી.

ઇંટરપ્રીટ કરવુ એટલે કોઇ બાબત,પરિસ્થિતિવગેરેનું અર્થઘટન કરવું,અર્થ સમજાવવો. વિવાદાસ્પદ નિવેદન આપીને હોબાળો મચાવનાર નેતાઓ ઘણી વાર પાણી આડે પાળ બાંધવા કહેતા હોય છે કે નિવેદનનું ખોટુ અર્થઘટન કરાયુ છે એટલેકે મિસઇંટરપ્રીટેશન.પરંતુ પબ્લીક સબ જાનતી હૈ.

એકતરફી પ્રેમમાં પડતા વ્યક્તિઓ તેમના પ્રિય પાત્રની દરેક એક્શનનું ઇંટરપ્રીટેશન ખોટુ કરી દે. કોઇ સામે જોઇને હસે તો પણ આવા લોકો ગુલાબ લઇ પ્રપોઝ કરી દે કે વુલ યૂ બી માય સોલમેટ? અને પછી ….. સટ્ટાક .મિસઇંટરપ્રીટેશન નું દર્દ.

દરેક ન્યૂઝ ચેનલ રાજકીય ઘટનનાનું પોતાનું આગવું અર્થઘટન કરે. ઓછા બોલા વડાપ્રધાન ડો. મનમોહન સિંઘને ઇંટરપ્રીટ કરવા અઘરા હતા. મોનાલીસા ને ઇંટરપ્રીટ કરનારાઓ આજે પણ માથુ ખંજવાળતા ૧૦૦ % સાચુ અર્થઘટન કરવા અસક્ષમ છે.

કોઇ વ્યક્તિ આપડી બેસ્ટ ફ્રેન્ડ એટલા માટે હોય છે કે તે સૌથી સાચી રીતે આપણને ઇંટરપ્રીટ કરી શકે છે.

Vape

image

Vape
” હર ફિક્ર કો ધુંએ મેં ઉડાતા ચલા ગયા ”
ઓક્સફોર્ડ ડિક્શનરી દ્વારા વર્ડ ઓફ ધ યર નો ખીતાબ આ શબ્દને આપવામાં આવ્યો.નંબર ૧ એટલેકે સૌથી વધુ બોલાયેલો, લખાયેલો અને ચર્ચાયેલો આંતરરાષ્ટ્રીય શબ્દ.પોતાની ચીંતાઓને ધુંવાડા (અહીંયા વરાળ) માં ઉડાડતી જનરેશન નો માનીતો શબ્દ.

વેપ એટલે ઇ-સિગારેટ. જે બેટરી પર ચીલે છે અને પીવાથી ધુમાડા ને બદલે વરાળ નીકળે છે. એટલે તે પર્સનલ વેપરાઇઝર પણ કહેવાય છે.વેપ એટલે વેપર કે વેપરાઇઝરનું ટૂંકું રુપ. તેનાં નિકોટીન ની માત્રા નોર્મલ સિગારેટ કરતા ઓછી અને ધુમાડો વરાળ જેવો અને ઓછો નુકશાનકર્તા છે.બંધાણીઓના આજુબાજુ રહેનારા માટે સારા સમાચાર છે.

વેપ, ઓક્સફોર્ડ ડિક્શનરી મુજબ,વર્બ અને માઉન્ટ બંને છે. વર્બ મીન્સ કે ઇ-સિગારેટ મોઢામાં રાખી શ્વાસ ખેંચવો કે બહાર કાઢવો. માઉન્ટ મીન્સ કે આ ઇ-સિગારેટ કે તેવુ કોઇ સાધન કે તે ક્રિયા વેપ છે.

લંડન શહેરના પહેલો વહેલો ‘વેપ કાફે’ ખુલતા જ હોબાળો મચી ગયા અને આ શબ્દના વર્ડ ઓફ ધ યર બનવાના ચાન્સીસ માં શેરબજાર ની તેજી જેવો જંપ આવ્યો.

Exodus

image

Exodus

15 મી ઓગષ્ટ, ૧૯૪૭ ની તારીખે ભારતને સ્વતંત્રતા મળતા જ બે દેશો અસ્તિત્વમાં આવ્યા. આ સાથે જ બંને તરફના લોકો બોર્ડરની સુરક્ષિત બાજુ પહોંચવા પહેરેલ કપડે નીકળી પડ્યા. કેટલાક બોર્ડર ક્રોસ કરી શક્યા, સેંકડો લોકો હીંસાના દાવાનળમાં ખાખ થઇ ગયા. આમ આફતથી દૂર જવા કોઇ સમુહ બીજા દેશ-પ્રદેશ તરફ ભાગી નીકળે તેને અંગ્રેજી માં એક્ઝડસ કહેવાય.

બાઇબલના ઓલ્ડ ટેસ્ટામેંટ ની બુકનું નામ છે ‘Exodus’.  તેમાં હિબ્રુમાં જાતીના લોકોને ઇજીપ્તના ફેરો (રાજા)ની ગુલામીમાંથી છોડાવી તેમનો લીડર ‘મોઝીસ’ તેમને તેમના વતન તરફ યાત્રા માંડે છે, આ વાત તેમાં છે. આ ફિલ્મમાં આજ એક્ઝડસ બતાવેલ છે.

સ્થળાંતર એટલે કે એક્ઝડસ ઇતિહાસમાં દરેક દેશ, સમાજમાં મળી આવશે; સ્થળાંતરના કારણ અલગ અલગ હોઇ શકે. અભિષેક બચ્ચનની પહેલી ફિલ્મ ‘રેફ્યુજી’ માં પડોશી દેશમાંથી લોકો સલામતી માટે આપણા દેશમા ગેરકાયદેસર રીતે આવતા બતાવ્યા તે એક્ઝડસ. કાશ્મીરી પંડિતો દિલ્હીમાં એક્ઝડસ કરીને આવે વર્ષો થયા. રેફ્યુજી કેંપ કે કોલોની માં આવા એક્ઝડસ પામેલ લોકો રહે.  રાજકોટના જામનગર રોડ પર રેફ્યુજી કોલોનીમાં આવા એક્ઝડસ કરી આવેલ લોકો વસે છે. પક્ષીઓ જે ઠંડી પ્રદેશોમાં રહે છે કે શિયાળામાં કાતીલ ઠંડીથી બચવા ગરમ પ્રદેશો તરફ એક્ઝડસ કરે, winter exodus.  એવી જ રીતે ઉનાળામાં લોકો દરીયાકાંઠા અને હીલ સ્ટેશન તરફ કીડીની જેમ ઉમટી પડે એ પણ summer exodus.

હિસ્ટોરીઅન્સ એવુ કહે છે કે ભારતીયો યુરોપમાં થી એક્ઝડસ કરી અહીં વસેલા છે. So we are all an example of exodus. 🙂