પોકેટમેં કાર્ડ લેકર ચલતે હો,તો જીન્દા હો તુમ.

image

આપણો દેશ નેતાઓ અને લોકો કરતા કાર્ડ પર વધુ નિર્ભર છે.કાર્ડ વગર આ સરકાર કદાચ તમારુ અસ્તિત્વ સ્વિકારશે નહીં (ટ્રાય કરી જોવાની છૂટ) . દેશના નાગરીક છો એ માટે આધાર કાર્ડ, મતદાર માટે ચૂંટણી કાર્ડ, રાજગારી માટે પણ કાર્ડ (મનરેગા સ્કિમ, યાદ છે? ) અને આપડા તો બેરોજગાર માટે પણ કાર્ડ. દરરોજ બીજા શહેરમાં નોકરી કે અભ્યાસ કરતા હો તો ટ્રેઇનનો કે બસનો પાસ, સિનિયર સિટિઝન હો તો એ કાર્ડ. એનઆરઆઈ હોવ તો પીઆઇઓ કે સીઆઇઓ કાર્ડ. ગરીબ હો તો બીપીએલ કાર્ડ. જે સરકાર દિલ્હીમાં આવે તો જતા જતા એક કાર્ડ આપતી જાય યાદગીરી માટે.

પાકીટ ખોલતા જ રુપીયા કરતા આજકાલ કાર્ડ ની સંખ્યા વધુ દેખાશે. મારા પાકીટમાં એક ખાનામાં જ રુપીયા હોય બાકી બધામાં કાર્ડની થપ્પીઓ. આધાર, પાન કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, ચૂંટણી કાર્ડ (જેનો ફોટો કોઇને બતાવા જેવો નથી હોતો) , ઓફિસનું આઇડેન્ટિટી કાર્ડ. હવે કોઇ બાકી હોય તો નવાઇ નઇ. સાઇબર કાફે વાળાઓ પર જ્યારથી પોલીસ કડક થઇ છે ત્યારથી એ  લોકો પણ તમારા ફોટો આઇડી સેવ કરીને મેમ્બરશીપ કાર્ડ પકડાવી દે છે. થેંક્સ ટૂ સ્માર્ટફોન્સ,  બિઝનેસ કાર્ડઝ નો જમાનો પૂરો થતો જાય છે.(એવરનોટ, નામ તો સુના હોગા. )

બેંકના બચત ખાતા માં બેલેંસ ભલે તુષાર કપુરની ફિલ્મના કલેકશન જેટલુ હોય પણ પાકીટમાં એજ સૌથી ઉપર દેખાઇ એમ રાખવાનો રીવાજ છે, બે લોકો સામે પાકીટ કાઢે ત્યારે એ દેખાવુ જોઇએ. વધારે ઇમ્પ્રેશન જમાવા વાળા કેન્સલ થયેલા ક્રેડિટ કાર્ડ પણ પાકીટમાં બે દિવાળી સુધી સાચવશે. સારુ છે રાશન કાર્ડ ટેબલેટ કોમ્પુટર ની સાઇઝના છે કે કોઇ પોકેટમાં સમાતા નથી, નહીંતર એ પણ હારે લઇ ફરતા હોત. રાજકારણીઓ પણ ચૂંટણી ટાણે વિવિધ કાર્ડનો ઉપયોગ કરતા હોય છે – માઇનોરીટી કાર્ડ,ઓબીસી કાર્ડ,હિંદુત્વ કાર્ડ,મુસ્લીમ કાર્ડ,સ્ટાર કાર્ડ વગેરે. આ બધા પાર્ટીના પોતાના બનાવેલા કાર્ડ હોય છે, કોઇ સંસ્થા ઇસ્યુ નથી કરતી.

છતા પણ એક વર્ગ અત્યારે એવો છે જે કાર્ડની મોહમાયા થી ઉધાર લેનારો ઉઘરાણી કરવા આવતા લોકોથી દૂર ભાગે એમ કાર્ડથી આ લોકો ભાગે છે. આમાં ખાસ કરીને નિવ્રુત પેંશનર્સનો વર્ગ આવે.પેંશન લેવા આજે પણ દર પહેલી તારીખે બેંકના શટર ખુલશે તે પહેલા હાજર થઇ જશે.  પોતાના અને ગામ આખાનાં નવરી બજાર છોકરાઓને સલાહ આપતા રહેશ કે આમ કરો તેમ કરો પણ એને સલાહ આપો કે એટીએમ કાર્ડ લઇ લેશો તો બેંકના ધકકા નઇ, તો કોકે એવરેસ્ટ ચડવા જેવુ કામ આપ્યુ હોય તેવો દેખાવ કરીને કહેશે કે આપડું કામ નઇ ભઇલા!

આટલું ઓછુ હોય એમ ડીજીટલ ઇંડીયા ની દરેક કંપની પાસે પોતાનુ કાર્ડ છે જે દરેક કસ્ટમર ને આપતી ફરે છે. શોપીંગ મોલ, પેટ્રોલ પંપ, બ્રાન્ડેડ સ્ટોર્સમાં ખરીદી કરતા જ ફટાક એક કાર્ડ ઓફર કરશે, જેને એ લોકો લોયાલ્ટી કાર્ડ કહે છે. લોયલ એટલે વફાદાર. આ કન્સેપ્ટ વિદેશ માં ચાલે, આપડા લોકો સારી ઓફર દેખાય તો દુકાનમાંથી બહાર નીકડી એની સામેની દુકાનમાં જાતા જરાય ના ખચકાય. લોયાલ્ટી ગઇ છાશ પીવા. લાભ દેખાય એ પક્ષમાં ઘુસી જતા નેતાઓ માટે ખાસ તો લાયાલ્ટી કાર્ડની જરુર છે.

દરેક સિસ્ટમ નો સાવ અલગ જ ઉપયોગ કરવા આપડે પંકાયેલા છીએ. રાશન કાર્ડનો ઉપયોગ અનાજ લેવાને બદલે એડ્રેસ પ્રૂફ તરીકે થાય.ચૂટણીમાં મતદાન કરવા ન જાતો જુવાનીયો પોતાના ફોન માટે બજારમાં  અવેલેબલ બધી કંપનીમાં ચૂંટણી કાર્ડની નકલ આપી અલગ અલગ સ્કીમના સીમ કાર્ડ લઇને બેઠો હોય ચોકમાં.   આધાર કાર્ડ આપડા બધાની સેન્સીટીવ ઇન્ફર્મેશન સાચવીને બેઠુ છે પણ એમાં કેવુ લોલમલોલ તંત્ર હાલે છે એ બતાવવા કેટલાક લોકોએ હનુમાનજી, સચીન,સોનીયા ગાંધી વગેરે ના નામે પણ આધાર કાર્ડ કઢાવી લીધા. આવામા બાંગ્લાદેશી ઘૂસણખોરો આધાર કાર્ડ સાથે રહેતા હોય તો શી મોટી વાત છે!  વસુધૈવ કુટુમ્બકમ,  યૂ નો!  આધાર કાર્ડ આવ્યુ ત્યારે લોકોને આશા હતી કે ફાઇનલી બધા કાર્ડ નો એક રામબાણ ઇલાજ મળી  ગયો, પણ ત્યાં જ રાજનીતિમાં ત્સુનામી આવી,સરકાર હિન્દી ફિલ્મના વિલનની જેમ અંતે પલટી મારી ગઇ,નંદન નિલકની પણ હાર્યા અને આધાર સાવ રખડતા ઢોરની જેમ નિરાધાર બની ગઇ.

નવી સરકારે મને કમને આધાર ચાલુ રાખવું પડશે. નકામા કાયદાઓ રદ કરવાની વાતો કરતી સરકાર કોઇ નવુ કાર્ડ મુકતી ના જાય એવી ઇશ્વર ને પ્રાર્થના.

October 07,2014
રાજકોટ, ગુજરાત
abrangpara@outlook.com

Advertisements

One thought on “પોકેટમેં કાર્ડ લેકર ચલતે હો,તો જીન્દા હો તુમ.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s